GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના સુરેલી પંચાયતનો RTI વિવાદ:TDOના આદેશની અવગણના, માહિતી ન મળતા અરજદાર ગયા આયોગમાં.

તારીખ ૦૪/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સુરેલી ગામમાં ગ્રામ પંચાયતના વહીવટમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ હોવાની આશંકા સાથે એક જાગૃત નાગરિકે માહિતી અધિકાર (RTI) અધિનિયમ હેઠળ વિગતો માંગતા સ્થાનિક પંચાયત આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

સુરેલી ગામના બ્રાહ્મણ ફળિયાના રહીશ પ્રવીણકુમાર દિલીપસિંહ પટેલ દ્વારા તા ૧૧/૦૩/૨૬ ના રોજ આરટીઆઈ એક્ટ હેઠળ અરજી આપી વર્ષ ૨૦૧૬થી આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કામો, ગ્રાન્ટનો વપરાશ, અને નાણાકીય લેવડદેવડ અંગે ૧૫ જેટલાં મહત્વના મુદ્દાઓ પર પ્રમાણિત નકલો માંગતી RTI અરજી કરવામાં આવી હતી. TDO કચેરીમાં પ્રથમ અપીલ અને હુકમ અરજદાર દ્વારા માંગવામાં આવેલી માહિતી સમયમર્યાદામાં ન મળતા અથવા અધૂરી/અસંતોષકારક જણાતા, અરજદારે પ્રથમ અપીલ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી (TDO), કાલોલ સમક્ષ અપીલ દાખલ કરી હતી. આ અપીલ અરજી ની સુનાવણી દરમિયાન અરજદારે રજૂઆત કરી હતી કે તેમને જાહેર માહિતી અધિકારી તરફથી આજદિન સુધી કોઈ માહિતી મળેલ નથી.સ્થાનિક તલાટી કમ મંત્રી આર.ડી. પટેલે સુનાવણીમાં સ્વીકાર્યું હતું કે ઉપલબ્ધ માહિતી અરજદારને પૂરી પાડવામાં આવશે. તમામ રજૂઆતો ધ્યાને લીધા બાદ, અપીલ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, કાલોલ દ્વારા તારીખ ૨૦/૦૫/૨૦૨૬ ના રોજ આદેશ કરવામાં આવ્યો હતો કે: “જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત સુરેલીએ અરજદારને કચેરીમાં ઉપલબ્ધ માહિતી આ હુકમની નકલ મળ્યેથી ૧૫ દિવસમાં વિનામૂલ્યે રુબરૂમાં અથવા રજિસ્ટર ટપાલ મારફતે પૂરી પાડવી તાલુકા વિકાસ અધિકારી (TDO) ના સ્પષ્ટ હુકમ અને નિર્દેશ હોવા છતાં, સુરેલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને જાહેર માહિતી અધિકારી દ્વારા ૧૫ દિવસની મર્યાદા પૂરી થયા પછી પણ માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં આવી ન હતી. TDO ના આદેશનું પાલન ન થતાં અને માહિતી છુપાવવાનો પ્રયાસ થતો હોવાની આશંકા વ્યક્ત કરીને અરજદાર પ્રવીણકુમાર પટેલે હવે આ સમગ્ર મામલે ગુજરાત રાજ્ય માહિતી આયોગ, ગાંધીનગર સમક્ષ બીજી અપીલ દાખલ કરી છે. જેની સુનાવણી આગામી ૧૧/૦૮/૨૬ ના રોજ વિડિઓ કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવી છે અને સુનાવણીમાં તલાટી કમ મંત્રી સુરેલી સહિત ટીડીઓ કાલોલ ને હાજર રહેવા આદેશ આપ્યો છે.ગામના વિકાસ કામો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટના હિસાબો સામે RTI હેઠળ માહિતી મંગાતા અને મામલો ગાંધીનગર માહિતી આયોગ સુધી પહોંચતા તાલુકાના પંચાયત વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 

Back to top button
error: Content is protected !!