આગામી તા.૫ અને ૬ એપ્રિલના રોજ રઘુવંશી સમાજના યુવાનો માટે રઘુવંશી ક્રિકેટ પ્રીમિયર લીગ – કેશોદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આઇપીએલની જેમ ખેલાડીઓને ઓકશન મારફતે છ ટીમોમાં પસંદગી ગઈકાલે લોહાણા વિદ્યાર્થી ભવન કેશોદ ખાતે વિપુલ વિઠલાણી, ડો સ્નેહલ તન્ના, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, જતીન સોઢા વગેરેની હાજરીમાં કરવામાં આવી હતી. આ ઓકશન પ્રક્રિયામાં 100 જેટલા ખેલાડીઓએ નામ નોંધાવેલ જેમાંથી 60 ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી. કૃણાલ તન્ના સૌથી મોંઘા ખેલાડી તરીકે 36 લાખમાં જ્યારે પરાશર પોપટ 35 લાખ દ્વારકાધીશ ઇલેવનમાં પસંદગી પામેલ. છ ટીમોમાં ખુશ ઇલેવન, ઓમ બ્લડ બેંક ઇલેવન, કેશોદ ટાઇટન, ખુશી ઇલેવન, આકાશ ઇલેવન અને દ્વારકાધીશ ઇલેવન છે. આ ટુર્નામેન્ટના ટ્રોફીના સ્પોનસર એસબીઆઈ લાઇફ ઇન્સ્યુરન્સ છે. ઓકશન પ્રક્રિયાનું સંચાલન દિનેશભાઈ કાનાબાર, કેયુર કારીયા અને દિપેનભાઈ અટારા દ્વારા કરવામાં આવેલા હતું તેમજ આયોજક દ્વારા તમામ મહેમાનો અને ખેલાડીઓ માટે ઠંડાપીણાની વ્યવસ્થા કરી હતી. આ ટુર્નામેન્ટના આયોજનનો મુખ્ય ઉદ્દેશ રઘુવંશી યુવાનોમાં સંપ અને સંગઠનની ભાવના જળવાઈ રહે તે છે. ટુર્નામેન્ટ ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ, ફાગળી રોડ, કેશોદ મુકામે રમાશે. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પરાશર પોપટ, કેયુર કારીયા, માનવ ઠકરાર દ્વારા કરવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ