શહેરા બસ સ્ટેન્ડ પ્રવેશ દ્રાર પર પડેલા ખાડાથી ચાલકોને પડતી મુશ્કેલીયો

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા 
શહેરા તાલુકાના મુખ્ય મથક શહેરા ખાતે આવેલ બસ મથકના બે પ્રવેશ દ્વાર આવેલા છે,જેમાં એક પ્રવેશદ્વાર પર લુણાવાડા તરફથી આવતી એસ.ટી. બસો પ્રવેશ કરતી હોય છે જ્યારે બીજા પ્રવેશદ્વાર પર ગોધરા તરફથી આવતી એસ.ટી. બસો પ્રવેશ કરતી હોય છે,પરંતુ શહેરા બસ મથકના બંને પ્રવેશદ્વાર પર મસમોટા ખાડા પડી ગયા હોવાના કારણે બસ મથકની અંદર પ્રવેશ કરતી એસ.ટી. બસો નીચેથી અડી જતી હોવાની સાથે નમી જતી હોય છે,જેને લઈને કેટલીક વાર તો બસોને નુક્શાન થયાનું પણ જાણવા મળે છે. શહેરા બસ મથકના બંને પ્રવેશદ્વાર પર છેલ્લા કેટલાક સમયથી મસમોટા ખાડા પડી ગયા હોવાના કારણે એસ.ટી. બસોને પ્રવેશવામાં બસ ડ્રાઈવરોને પણ ઘણી ખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તેમ છતાં એસ.ટી. વિભાગે આજદિન સુધી આ ખાડા પૂરવા માટે ધ્યાન દોર્યું હોય તેમ લાગતું નથી,ત્યારે હવે એસ.ટી. વિભાગ સહિત સંલગ્ન વિભાગ દ્વારા આ બાબતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે શહેરા બસ મથકના બંને પ્રવેશદ્વાર પર પડેલા મસમોટા ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે,હવે જોવું રહ્યું કે બસ મથકના પ્રવેશદ્વાર પર પડેલા આ ખાડા ક્યારે પૂરાશે !







