અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા: મોરા પ્રાથમિક શાળાની પ્રોટેક્શન વોલ ધરાશાય થઈ, શાળામાં પાથરેલ બ્લોક પણ તણાયા
અરવલ્લી જિલ્લાની અંદર ગતરોજ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે મોડાસા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરો પણ પેટમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા તાલુકામાં વરસેલા વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે
મોડાસા મોરા પ્રાથમિક શાળાની કોટની દીવાલ વધુ વરસાદની કારણે ધરાશાય થઈ હતી. ગ્રામજન ના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળામાં પાણી ભરાઇ જતા આ ઘટના સર્જાઈ હતી શારાની અંદર પાણી ભરાઈ જતા શાળામાં પાથરેલા બ્લોક પણ કોટની દિવાલ સાથે તણાયા હતા મોરા પ્રાથમિક શાળા ની પાછળની દીવાલ ની ઘટના સામે આવી છે શાળામાં માં પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી આ ઘટના સર્જાઇ હતી શાળાની અંદર પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ ઘટનાથી બચી શકાતું.