કાંકરેજ તાલુકાના થરા નગરનો ટ્રાફિક સમશ્યા અને હાઈવે પરના લારી -ગલ્લાના દબાણનો પ્રશ્ન વિધાનસભામાં ચર્ચાયો…
કાંકરેજ તાલુકાના થરા નગરનો ટ્રાફિક સમશ્યા અને હાઈવે પરના લારી -ગલ્લાના દબાણનો પ્રશ્ન વિધાનસભામાં ચર્ચાયો...
કાંકરેજ તાલુકાના થરા નગરનો ટ્રાફિક સમશ્યા અને હાઈવે પરના લારી -ગલ્લાના દબાણનો પ્રશ્ન વિધાનસભામાં ચર્ચાયો…
રાજયની અંદર એક વર્ષમાં એક હજાર કરોડના રોડ બનાવવામાં આવ્યા છતાં પણ એની અંદર ગુણવત્તા યુકત કામો થતાં નથી.વારંવાર રાહદારીઓની ફરિયાદો આવે છે.ઉપરાત ગુજરાતની અંદર નેશનલ હાઈવે પાછળ ખર્ચ રૂ.૧૧ હજાર કરોડ કરવામાં આવ્યા છે અને એના ઉપરથી ૧૯ હજાર કરોડ રૂપિયા જેટલો ટોલટેકસ વસુલવામાં આવ્યો હોવા છતાં હાઈવે ઉપર વારંવાર અકસ્માતો થાય છે,ત્યાં કોઈ સુવિધા હોતી નથી.નેશનલ હાઈવે ઓથોરીટીના જે હાઈવેના અધિકારીઓ છે એમના તરફથી કયારેય કોઈને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી તેમ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી હતી તેમણે વધુમાં દુઃખ સાથે જણાવ્યું હતું કે બ. કાં.જિલ્લા સેવા સદનની અંદર આ નેશનલ હાઈવે ઓથોરીટીને લગતો પ્રશ્નો મેં પૂછયો ત્યારે પણ એમની પાસે યોગ્ય જવાબ હોતા નથી અને વારંવાર જિલ્લા કલેકટરને પણ એમને સૂચનાઓ આપવા છતાં પણ એમનામાં કોઈ સુધારો આવતો નથી.મારા મત વિસ્તારમાં હાઈવેની અંદર દુગરાસણ અને ચેખલા બે મોટા ગામો છે.ત્યાં બ્રીજ કે નાળું બનાવવા માટે પણ વિનંતી કરેલી છે.નિર્દોષ લોકોન એટલી મોટી સમસ્યા છે કે ગામના બે ભાગ થઈ ગયા છે.ખેડૂતો,પશુપાલકોને પણ અવર જવર કરવામાં મોટી યાતના ભોગવવી પડે છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530