રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલોલ નગર દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ ૦૧/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારતીય સંસ્કૃતિમાં આજનો ચૈત્ર શુક્લ પ્રતિપદાનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. આજના દિવસે જ સૃષ્ટિનું ઉત્પત્તિ થઈ હતી. આજના દિવસે ભારતીય સંવત્સરી અનુસાર નવા વર્ષની ઉજવણી થાય છે. ચૈત્રી નવરાત્રીનો શુભારંભ, ગુડી પડવા તરીકે પણ આજના દિવસનું વિશેષ મહત્વ છે ત્યારે આજના દિવસે જ તિથિ અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને આદ્યસરસંચાલક પરમ આદરણીય ડૉ. કેશવરામ હેડગેવારજીનો જન્મદિન પણ છે ત્યારે સંઘના શતાબ્દી વર્ષમાં સ્વયંસેવકો માઁ ભારતીની સેવામાં ઉત્સાહિત થઈને કાર્યરત રહે તેવા આશયથી આજે વર્ષ પ્રતિપદાની ઉજવણી અર્થે કાલોલ નગરમાં શિસ્તબદ્ધ રીતે પથસંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આદ્યસરસંચાલકજીને પ્રણામ આપવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે જિલ્લા સંઘચાલક મા. રાજેશભાઈ જોશીનું માર્ગદર્શન રહ્યું હતું અને આશીર્વચન માટે શનિ મંદિર ડેરોલ ગામના પ.પૂ. સેવાદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પથસંચલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઠેર ઠેર નગરમાં પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.