ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓના હિતમાં વહીવટી તંત્ર દ્વારા રિક્ષા ભાડાના જાહેર કરવામાં આવ્યા છે. રીક્ષા ભાડાના જાહેર કરાયેલા દર મુજબ ૩ પેસેન્જરોનું સંયુક્ત ભાડુ જાહેર કરવામાં આવ્યું છે. યાત્રિકોને ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે રીક્ષા સ્ટેન્ડ સુધી પહોંચવા માટે એસ.ટી. ડેપોથી રૂ. ૭૭, રેલવે સ્ટેશનથી ૮૫, મજેવડી દરવાજાથી ૭૧, કાળવા ચોકથી ૬૭, દિવાન ચોકથી ૫૯, ઉપરકોટ અને નીચલા દાતારથી ૬૧, સક્કરબાગથી ૮૩, રામનિવાસથી ૮૫, મોતીબાગથી ૯૧, મધુરમ- ટીંબાવાડીથી ૧૩૬ રીક્ષા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ નક્કી કરાયેલું રીક્ષા ભાડું ૩ પેસેન્જરોનું સંયુક્ત ભાડું છે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ