શહેરા:- શહેરા થી નાંદરવા સહિત ૨૦ ઉપરાંત ગામોને જોડતો માર્ગ અત્યંત દયનિય હાલત
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરાનગર થી નાંદરવા અને સાજીવાવ ચોકડી થઈ નાડા તરફ જતા રસ્તા પણ ખાડાઓ જોવા મળી રહ્યા છે.તેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ રસ્તાનુ વહેલી તકે સમારકામ કરવામા આવે તેવી માંગ જાગૃત નાગરિકો તરફથી કરવામા આવી રહી છે.
પંચમહાલ જીલ્લાનુ શહેરા નગર તાલુકા મથક સાથે વેપારી મથક પણ છે. શહેરાથી વાયા નાંદરવા થઈને નાડા તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર થઈ જતા વાહનચાલકો તેમજ રાહદારીઓમા ભારે નારાજગી જોવા મળી રહી છે. સાથે આ રસ્તાનુ જલદી સમારકામ કરાવામા આવે તેવી માંગ નાગરિકો દ્વારા કરવામા આવી રહી છે. શહેરાનગર સાથે જોડતો આ મુખ્ય રસ્તો ૨૦ થી વધુ ગામડાઓને જોડે છે. ધંધાદારી વર્ગ નોકરીયાત શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે શહેરાથી નાંદરવા થઈ સાજીવાવ ચોકડી થી નાડા થી મોરવા હડફ જતો રસ્તો પણ કેટલીક જગ્યાએ અત્યંત ભયજનક ખાડાઓના કારણે તાત્કાલિક અસરથી કામ કરવાના આવે તે જરુરી છે. જેના કારણે વાહનચાલકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓને કારણે કેટલીક વાર તો વાહનોના અકસ્માતો પણ થયાના બનાવો બન્યા છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રોડ નુ સમારકામ કરી રિફ્રેશરીંગ કરવામા આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામા આવી રહી છે.આ માર્ગ નવીન કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણોસર તાત્કાલિક અસરથી બંધ કરી દેતા વાહન ચાલકોને ધૂળની ડમરીઓ સાથે મુશ્કેલી સર્જાઇ રહી છે.આ રસ્તા પર કેટલાય બનાવવામાં લોકો એ મૃત્યુ ઓર્યું છે અને કેટલાકે પથારીમાં યાતનાઓ પણ ભોગવી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગને ધ્યાને લઇ કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે.