GUJARATMEGHRAJ

મેઘરજ : આંબા સ્ટેશન થી વડથલી, લખીપુર,વાઘપુર,પંડુલી નો રસ્તો બિસ્માર હાલતમાં :હાલકા કામો થયા પછી પણ બીલો પાસ..?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : આંબા સ્ટેશન થી વડથલી, લખીપુર,વાઘપુર,પંડુલી નો રસ્તો બિસ્માર હાલતમાં :હાલકા કામો થયા પછી પણ બીલો પાસ..?

અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગમાં મોટા ભાગે હલકી ગુણવત્તા ના રોડ રસ્તાના કામો થતા હોવાની બૂમો ઉઠી છે એમાં પણ ભ્રષ્ટાચાર તો જાણે કે ચારે કોર ફૂલ્યો ફાટ્યો હોય તેવો ઘાટ છે. નવીન રસ્તાઓ બનાવી લાખો થી કરોડો રૂપિયાના બિલો તો પાસ થઈ જાય છે પછી કોન્ટ્રાક્ટરો રોડ રસ્તાની સામે જોતા પણ નથી તેવો ઘાટ હવે અરવલ્લી જિલ્લામાં પણ દિવસે દિવસે વધવા લાગ્યો છે રોડ રસ્તાની કામગીરીને લઈ અધિકારીઓ પણ ધ્યાને લેતા નથી. અને ભોગવવું આમ જનતા ને પડે છે.

રોડ રસ્તાના કામો થઈ ગયા પછી બિલો પણ પાસ થઈ જાય છે પરંતુ રસ્તાના મેન્ટેન્સ પર કોઈ ધ્યાન લેતું નથી તેવો જ એક રસ્તો છે જે મેઘરજ તાલુકાના આંબા સ્ટેશન થી વડથલી, લખીપુર,વાઘપુર,પંડુલી નો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળતા જાગૃત નાગરિકે રોષ ઠાલવ્યો હતો અને રસ્તાને લઈ આપવીતી જણાવી હતી. રસ્તો ખંડેર હોવાથી અકસ્માત પણ થતા હોય છે.હાલ આ રસ્તો મોટાભાગે ખંડિત થયો છે છતાં માર્ગ અને મકાન વિભાગ ધ્વારા કોઈજ સમારકામ ન થયું હોવાના આક્ષેપો સાથે જાગૃત નાગરિકે ફોટા વાયરલ કર્યા હતા. બીજી તરફ રસ્તા પર કેનાલનું ખોદકામ કર્યા પછી ત્યાં RCC કામ કર્યું હતું પરંતુ એ કામ પણ તૂટી ગયું છે જેના કારણે અક્સ્માત પણ થાય છે થોડા સમય પહેલા અક્સ્માત થતા એક મહિલાનું મોત પણ નિપજ્યું હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને તંત્ર જાગે અને ઝડપથી સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!