GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવશ્રીએ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગોધરાના બે બ્રીજનું નિરીક્ષણ કર્યું

સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના નિરીક્ષણ અને સમારકામ માટે ખાસ અભિયાન અમલી બનાવવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા.૧૮/૦૭/૨૦૨૫ ના રોજ પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજેશ માંઝુ દ્વારા ગોધરા પ્રાંત અધિકારીશ્રી નીરીલ મોદી, માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઇવે વિભાગના અધિકારીશ્રીઓ સાથે માર્ગ મકાન વિભાગ હસ્તક જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલા બે ઓવરબ્રિજનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં તેઓએ શરૂઆતમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વરસાદ પહેલાં ગોધરા ખાતેના ટીંબા દલવાડા રોડ (રાજ્ય હાઈવે) પર આવેલ કુણ નદી પરના બ્રિજની મુલાકાત લઈ પૂર્ણ કરવામાં આવેલી બ્રિજ મજબૂતિકરણની કામગીરી તેમજ રોડ પર કરાયેલ પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ બ્રિજ અત્યારે સારી સ્થિતિમાં છે તેમ સબંધિત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સચિવશ્રીએ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કાંકણપુર વેગનપુર રોડ પર આવેલ બ્રિજની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું હતું. જોકે પ્રજાજનોની સુરક્ષા અને બ્રિજની સ્થિતિ ધ્યાનમાં રાખીને બ્રિજને હાલ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યું છે.

જિલ્લામાં માર્ગ પરનો વાહન વ્યવહાર સુગમ અને સલામત રહે, અને લોકોને અવરજવર દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે માર્ગ સુધારણા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તમામ માર્ગોનું નિયમિત નિરીક્ષણ અને જાળવણી કરવામાં આવી રહી છે.

 

Back to top button
error: Content is protected !!