વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ડાંગ દરબારનો મેળો શરૂ થયો છે.ડાંગ જિલ્લાનાં ડાંગ દરબારમાં રોજેરોજ ભીડ વધી રહી છે.ત્યારે મેળામાં આવતા દરબારીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ કટિબદ્ધ બન્યુ છે.ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત ડાંગ જિલ્લા પોલીસ વિભાગની “SHE TEAM” દ્રારા ખોવાઈ ગયેલ બાળકને શોધીને પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરી છે.એક પરિવાર ડાંગ દરબારનાં મેળામાં ફરવા માટે આવેલ હોય ત્યારે તેમની પાસેથી પોતાનુ એક નાનું બાળક આશિષ અલગ થઈ ગયુ હતુ.અને આ બાળક રડતુ રડતુ રંગ ઉપવન ખાતેથી મળી આવેલ હતુ.જે બાદ ડાંગ જિલ્લાની SHE ટીમ દ્વારા તાત્કાલિક બાળકના માતા પિતાની શોધ ખોળ હાથ ધરાઇ હતી.અને ગણતરીના સમયમાં જ બાળક આશિષના બહેન અને માતાને શોધી બાળકને પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.ત્યારે પરિવારે ડાંગ જિલ્લા પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી..