AHAVADANGGUJARAT

ડાંગમાં જમાઈનું ખૂન કરી નાસતો ફરતો હત્યાનાં આરોપીને ગણતરી કલાકોમાં ઝડપી પાડતી આહવા પોલીસ મથકની ટીમ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક  એસ.જી.પાટીલનાઓની સુચના મુજબ આહવા પોલીસ મથકનાં પી.આઈ. ડી.કે.ચૌધરીની ટીમે આહવા પોલીસ મથક વિસ્તારનાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી.તે દરમ્યાન આહવા પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરીને આહવા પોલીસ મથકનાં ખૂનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીના સગડ મળ્યા હતા.જેમાં આરોપી ચંદુભાઈ ગનસુભાઈ ચૌધરી રહે-ગારખડી તા- સુબીર જિ-ડાંગનાઓએ પોતાના જમાઈ જયદિપને કોઈ અગમ્ય કારણોસર ગાલ ઉપર તમાચો મારી એક હાથથી જોરથી ગળુ દબાવતા શ્વાસ રુંધાવાથી બેભાન થઈ પડી જતા સારવાર દરમ્યાન મોત નિપજાવી નાસી છૂટ્યો હતો.જે અનુસંધાને ફરીયાદીનાં ભાઈ સતિષભાઈ લાહનાભાઈ સુર્યવંશીનાઓએ ફરીયાદ આપતા આહવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુધ્ધમાં આહવા પો.સ્ટે. “એ” પાર્ટગુ૨નં. 11219002240511/2024 BNS 2023ની કલમ-103(1) મુજબનો ગુનો નોંધાયેલ જે ગુનામાં આરોપી ગુનો કરી ભાગતો ફરતો હોય ગુનાની ગંભીરતા દાખવી આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.ચૌધરીનાઓએ અલગ અલગ ટીમ બનાવી આરોપીની જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરેલ તે દરમ્યાન આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.હાલમાં આહવા પી.આઈ. ડી.કે.ચૌધરીની ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!