અંબાજીમાં સત્ય વર્ષ 27 વર્ષથી પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરવા અંબાજીના વહીવટ દ્વારા સ્થળ મુલાકાત લઇ તાકીદે બોર કરાવ્યો
6 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજીમાં સત્ય વર્ષ 27 વર્ષથી પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરવા અંબાજીના વહીવટ દ્વારા સ્થળ મુલાકાત લઇ તાકીદે બોર કરાવ્યો યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીનો પ્રશ્ન સતત સતાવ્યા કરે છે જ્યારે નળશે જળની યોજના પણ અધવચ્ચે લટકી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે લોકોને પાણી કા તો ત્રણ થી ચાર દિવસે મળતું હોય તો કેટલાક વિસ્તાર માં 5 થી06 દિવસે કેટલાક વિસ્તારોમાં પાંચથી છ દિવસે પાણી મળે છે પણ નિયમિતપણે રોજે રોજ પાણી મળતું હોય તેવું અંબાજીમાં એક પણ વિસ્તાર નથી ત્યારે લોકોમાં પણ એક એવી માંગ થતી હોય છે કે એક દિવસ છોડી એક દિવસ પાણી આપવામાં આવે તો કેટલીક સમસ્યા હલ થઈ શકે તેમ છે તેમ છતાં અંબાજીના જૈન દેરાસર પાછળના વિસ્તારમાં લાંબા સમયથી જે પાણીનો પ્રશ્ન હતો અને ત્યાં બોર કરાવવાની માંગ કરતા હાલ તબક્કે અંબાજી હાઈવે ઉપર આવેલા જૈન દેરાસરની પાછળના વિસ્તારમાં જે છેલ્લા 27 વર્ષથી પીવાના પાણીનો વિકટ પ્રશ્ન હતો જેનો ભોગ પ્રજા સતત બનતી હતી તેમને વારંવાર પંચાયતમાં રજૂઆત કરી હતી પણ ત્યારે અંબાજી જૈન દેરાસર પાછળના મહિલા અને સામાજિક આગેવાન આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા ના કારણે વર્તમાન ગ્રામ પંચાયતના વહીવટદાર એન જે ચૌધરી દ્વારા તેમને સ્થળ મુલાકાત કરી હતી અને ખરેખર તેવા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન પેચીદો જાણતા રહીશોને વ્યાજબી માંગણી ધ્યાને રાખી અને પીવાના પાણીની સમસ્યા હલ થાય તેના માટે રહી અને રાજ્ય સરકારમાં રજૂઆતો પણ કરી હતી તેના પગલે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા રાજ્ય સરકારના 15 માં નાણાપંચની ગ્રાન્ટ માંથી તાકીદનો બોર કરાવી આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવાનો સતત પ્રયત્ન કરતા પ્રશ્ન હલ કરી દેવાયો છે તેને લઈ જૈન દેરાસરના પાછળનો વિસ્તાર છે જે સતત પાણીના પ્રશ્નથી પીડા હતો તો તેમના માં હર્ષની લાગણી જોવા મળી રહે છે ત્યારે અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર એન જે ચૌધરી નો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો. તસવીર -અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ