GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:સૈયદ પાતલીયા પીરના ઉર્ષની બે દિવસીય ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમા કરાઇ.
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૧૮.૧.૨૦૨૫
હાલોલ તાલુકાનાં રાધનપૂર ગામે આવેલ કોમી એકતાના પ્રતીક સમાન ગણાતા એવા સૈયદ પાતલીયા પીરના ઉર્ષની ઉજવણી બે દિવસીય હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે કરવામાં આવી હતી.જેમાં ઉજવણીના પ્રથમ દિવસ શનિવાર ના રોજ દરગાહ ખાતે ધાર્મિક વિધિ મુજબ રાત્રે ઈશાની નમાજ બાદ કુલશરીફ,મહેફિલે મિલાદ નો કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે ઉર્સના બીજા દિવસ રવિવારે વડોદરાનાં ખાનકાહે એહલે સુન્નતના સજ્જાદા નશીન સૈયદ કબીરૂદ્દિંન બાબા કાદરી સાહેબના હાથોથી સંદલ શરિફ ની રસમ અદા કરવામાં આવી હતી તેમજ સલાતો સલામ અને દુવા કરાઈ હતી.જ્યારે દરગાહ કમિટી દ્વારા ભવ્ય નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં હાલોલ સહિત આસપાસના ગામોમાંથી અકીદતમંદો ઉમટયા હતાં અને ઉર્ષ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.