GUJARATNAVSARIVANSADA

બે-દિવસીય ઉનાઇ મહોત્‍સવનો પ્રારંભ: ઉનાઇ મહોત્‍સવમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્‍લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્‍સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્‍સવ નો શુભારંભ કરાયો હતો.

ઉનાઇ મહોત્‍સવએ દક્ષિણ ગુજરાતના લોકો તથા  આદિજાતિના ભાઇ-બહેનોને ઉનાઇ માતામાં અનેરી શ્રધ્‍ધા છે. આ ઐતિહાસિક મંદિર ખાતે  સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. બે-દિવસીય ઉનાઇ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ છે.

ઉનાઇ મહોત્‍સવમાં ગુજરાતના  લોકસાહિત્ય અને  ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્ય, શિવ તાંડવ નૃત્ય તથા લોકગીતનો ભક્તજનોએ દિવ્‍ય નજારો માણ્યો હતો.

આ પ્રસંગે ઉનાઇ મંદિરના  ભક્તજનો   વાંસદાના તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિપ્તીબેન પટેલ તથા વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ.પટેલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેન પટોળીયા સહિતના અધિકારીશ્રીઓ, તેમજ ઉનાઇ ગામ અને આસપાસના ગ્રાજજનોએ ઉનાઇ મહોત્‍સવને માણ્‍યો હતો.

Back to top button
error: Content is protected !!