અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના લીંબોદરા ખાતે રણમુક્તેશ્વર શિવ મંદિરમાં આરતી સમયે શિવલિંગ પર ફેણધારી નાગ એ દર્શન દેતા કુતુહલ સર્જાયુ, વિડિઓ વાયરલ
મેઘરજ તાલુકામાં આવેલ લીંબોદરા ગામે આવેલ રણમુક્તેશ્વર શિવ મંદિર ખાતે વહેલી સવારે આરતી સમયે શિવલિંગ પર ફેણધારી નાગદેવતા એ દર્શન આપતાં કુતુહલ સર્જાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો .મંદિરના પૂજારી ના જણાવ્યા અનુસાર વહેલી સવારે પૂજા અર્ચના કરતા હતા તે દરમિયાન આરતી સમયે અચાનક શીવમંદિરના શિવ લિંગ પર ફેણ ધારી નાગ દેખાયો હતો અને આરતી ચાલુ હતી તે દરમિયાન આ ઘટના બની હતી અને આરતી પૂર્ણ થઇ ત્યાં સુધી નાગદેવતા શિવલિંગ પર લપાટાયેલા હતા અને આ ઘટના થી મંદિરમાં કુતુહલ સર્જાયું હતું અને લોકો એ પણ આસ્થા સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી