GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
રેતી ભરેલા ટ્રેક્ટર નો આગળનો ભાગ ઉંચો કરી ફિલ્મી ડાયલોગ લગાવી સ્ટંટ કરતો ટ્રેક્ટર ચાલક નો વિડીયો વાયરલ

તારીખ ૨૦/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પંથકમાં ગોમા નદીના કિનારે રેતી ખનન મોટા પાયે ચાલી રહ્યું છે. ત્યારે કાલોલ વિસ્તારમાં ટ્રેક્ટર ભરેલા રેતી નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રેતી ભરેલા ટ્રેક્ટરનો આગળનો ભાગ ફિલ્મી સ્ટાઇલમાં ઊંચો કરી અમિતાભ બચ્ચનનો અગ્નિપથ ફિલ્મ નો ડાયલોગ લલકારવામાં આવી રહ્યો છે. દુનિયામાં જીવવા માટે બગડેલા હોવાનુ જરુરી છે.કાલોલ તાલુકાના ચલાલી ગામનો વિડીયો હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને અને તંત્રને જાણે કે ચેલેન્જ આપતા હોય તે રીતે વિડીયો બનાવવામાં આવી રહ્યો છે.






