વિજાપુર રણાસણ ગામ અને પેટ્રોલ પંપ વચ્ચે નજીક રોડ ઉપર બાઈક લઇને પસાર થતા યુવકો ને પાછળ થી કોઈ અજાણ્યા મોટા વાહને ટક્કર મારતાં બાઈક પાછળ બેઠેલ યુવકનું મોત એકને ગંભીર ઈજા
વિજાપુર રણાસણ ગામ અને પેટ્રોલ પંપ વચ્ચે નજીક રોડ ઉપર બાઈક લઇને પસાર થતા યુવકો ને પાછળ થી કોઈ અજાણ્યા મોટા વાહને ટક્કર મારતાં બાઈક પાછળ બેઠેલ યુવકનું મોત એકને ગંભીર ઈજા
મૃતક યુવકને જાયન્ટ ગૃપ ની એમ્બ્યુલન્સ મા પીએમ માટે લવાયો
ઈજા ગ્રસ્ત યુવકને વધુ ઈજાઓ ના કારણે હિમતનગર ખસેડવા મા આવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રણાસણ ગામ પેટ્રોલ પંપ નજીક ગાંધીનગર તરફ જતા હાઇવે રોડ ઉપર બપોરના સમયે બાઈક ઉપર બે યુવકો પ્રાંતિજ ઝાલા મુવાડી અમ્રાપુર જતા હતા. તે દરમ્યાન બાઈક ને કોઈ અજાણ્યા મોટા વાહને ટક્કર મારી પસાર થતા એક યુવકનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતુ. જેને પીએમ માટે જાયન્ટ એમ્બ્યુલન્સ મારફતે પીએમ માટે સરકારી હોસ્પીટલ મા લાવવા મા આવ્યો હતો જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ હોવાથી દવાખાના મા પ્રાથમિક સારવાર બાદ હિમતનગર ખાતે ખેસેડવા મા આવ્યો હતો. અકસ્માત ની જાણ પરીવાર જનો અને સબંધીઓ ને કરવામાં આવતા લોકો દવાખાને દોડી આવ્યા હતા પોલીસ ને અકસ્માત ની જાણ કરતા સ્થળ ઉપર પોહચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ પ્રાંતિજ તાલુકાના ઝાલા વાસ ઝાલા મુવાડી સાબરકાંઠા ના બે યુવકો જયેન્દ્ર સિંહ વાઘ સિંહ ઝાલા અને અશ્વીન સિંહ વિષ્ણુ સિંહ ઝાલા બંને યુવકો પોતાના બાઈક ઉપર રણાસણ ગામ અને પેટ્રોલ પંપ નજીક થી પસાર થઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહને પાછળ થી ટક્કર મારતા બાઈક ઉપર પાછળ બેઠેલા જયેન્દ્ર સિંહ ઝાલા નુ સ્થળ ઉપર મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય એક યુવક અશ્વીન સિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃતક જયેન્દ્ર સિંહ ઝાલા નુ સરકારી દવાખાના મા પીએમ કરાયું હતુ જ્યારે ઈજા ગ્રસ્ત યુવક અશ્વીન સિંહ ઝાલાને વધુ સારવાર માટે હિમતનગર હોસ્પીટલ મા ખેસેડવા મા આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપર પોહચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર અગાઉ પણ વજાપુર ના એક યુવકનું અકસ્માત મા મોત નિપજ્યું હતું. જેને લઈ અકસ્માત ના બનાવ ઘટે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરેટ પણ મૂકવા મા આવ્યા છે