વિજાપુર બ્રહ્મભટ્ટ સમાજનો યુવક લશ્કર માંથી ફરજ મુક્ત થતા જવાનના સ્વાગત માટે સમાજે તિરંગા રેલી કાઢી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બ્રહ્મભટ્ટ સમાજનો યુવક લશ્કર મા દેશ સેવા ની ફરજ બજાવ્યા બાદ ફરજ પરથી નિવૃત્ત થતા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્વાગત માટે તિરંગા રેલી કાઢી હતી. બારોટ વાસ મા રહેતા જીતેન્દ્રભાઈ બારોટ નો પુત્ર રોમેશ બારોટ કાશ્મીર ખાતે લશ્કર મા ફરજ બજાવતા હતા. લશ્કર નક્કી કરેલ વય મર્યાદા પૂર્ણ કરી નિવૃત્ત થતા બ્રહ્મભટ્ટ સમાજના લોકોએ તિરંગા રેલી કાઢી જવાન નુ સ્વાગત કરવા મા આવ્યું હતું અને શહેરના ટાવર વેરાવાસન ખત્રીકૂવા પોસ્ટ કચેરી પાલીકા વિસ્તાર માં તિરંગા રેલી ફેરવી હતી. રોટરી ક્લબના અજય બારોટ તેમજ સંજય પટેલ દ્વારા રોમેસ ભાઈ બારોટનું સન્માન કરવા મા આવ્યું હતુ સમાજના અગ્રણીઓ એ લશ્કર મા પોતાની ફરજ બજાવી અને દેશસેવા મા આપેલ યોગદાન માટે સમાજના લોકો એ તેઓને બિરદાવ્યા હતા. અને જવાન નુ સન્માન કરાયું હતુ