GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મલાવ ગામે નજીવી બાબતે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા સહિત ત્રણ સામે પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

 

તારીખ ૧૩/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ મથકે જશોદાબેન ઉર્ફે મીના રાજેશભાઈ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના ઘરે શનિવારના રોજ બાકરોલ ગામેથી તેમના દાદી બકીબેન આવ્યા હતા તે સમયે તેમના ઘરની બાજુમાં રહેતા રમેશભાઈ શંકરભાઈ સોલંકી ભાવિનભાઈ રમેશભાઈ સોલંકી અને મનીષાબેન કેતનભાઇ આવ્યા હતા અને તમે અહીંયા કેમ આવ્યા છો તેમ કહી મા બેન સમાણી ગંદી ગાળો બોલતા હતા તે સમયે તેઓનો ભાઈ મનોજ આવ્યો હતો જેથી મનોજ ને મારવા દોડ્યા હતા ત્યારબાદ તેઓના દાદી બકીબેન ને તું અહીંયા કેમ આવી તેમ કહીને ત્રણેવે ગડદા પાટુ નો માર માર્યો હતો અને છોડાવવા પડનારને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ દવા સારવાર કરાવી ફરિયાદ નોંધાવી છે.

Back to top button
error: Content is protected !!