GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગર ખાતે આસો નવરાત્રી પર્વની ઉજવણી ને લઇ ગરબા ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકોમાં ભારે થનગનાટ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨.૧૦.૨૦૨૪

જગત જનની ની માં અંબાની આરાધના, ઉપાસના અને માં ની ભક્તિનો પવિત્ર પર્વ એટલે નવલા નોરતા ગુરુવારના રોજથી આરંભ થઇ રહેલ આસો નવરાત્રી પર્વ ને લઈ હાલોલ નગર સહીત તાલુકામાં નવરાત્રી પર્વ ની ઉજવણી ને લઇ ગરબા રસીકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. ગરબા આયોજકો ગરબા મેદાન તૈયાર કરવામાં લાગી ગયા છે અને હાલ તે મેદાન ને આખરી ઓપ આપી રહ્યા છે.જ્યારે ગરબા ખેલૈયાઓ પણ ગરબા રમવા માટે ની તડામાર તૈયારીઓ માં લાગી ગયા છે.નવરાત્રી પર્વ ની ઉજવણી કરવા ગરબે ઘૂમવા ઉત્સુક જોવા મળી રહ્યા છે. હાલોલ નગર માં ફાળિયાઓ કેટલીક સોસાયટીઓ માં માતાજીની સ્થાપના કરી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે.તદુપરાંત મોટા ગરબાનું આયોજન નગરના કંજરી રોડ ઉપર નર્મદા નગર ,ધવલ/ અશિયાડ નગર તેમજ ફુલાભાઇ પાર્ક, ગાંધી ચોક, પૂનમ પાર્ટી પ્લોટ તેમજ વૈકુંઠ સોસાયટી ખાતે ગરબા આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.અને હાલમાં આયોજકો ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં લાગી ચુક્યા છે.નવરાત્રીનું આયોજન થઈ રહ્યું હોઈ ગરબે ઘુમવા માટે ખેલૈયો માં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના આયોજનને લઇને બજારોમાં ચણીયા ચોળી, ભાતીગળ આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો, દાંડિયા, ઝભ્ભા કુર્તા સહિત નોરતા ને લાગતી સામગ્રી ખરીદવા બજારોમાં ખેલૈયા જોવા મળી રહ્યા છે. છેલ્લા દિવસોમાં નોરતા ને લાગતી સામગ્રી ખરીદવા ઉમટી પડતા વેપારીઓ માં પણ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!