BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: પાદરીયા ગામે આકાશી વીજળી ત્રાટકતા ત્રણનાં મોત, બે ને ઇજા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના પાદરીયા ગામ નજીક વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ઝાડ નીચે ઉભેલા પાંચ વ્યક્તિઓ પર વીજળી ત્રાટકતા ત્રણનાં મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બે વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ મૃતકોમાં બે ચોરંદા ગામના એન એક કરણ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની પાલેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે સમની થી ટંકારીયા આવતા નહેર રોડ ઉપર આસરો લેવા પાંચ લોકો ઝાડ નીચે આશરો લેવા ઊભા હતા તે સમયે આકાશી વીજળી પડતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે હાલ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પાલેજ પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!