તા.૨૭.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિદ્યાર્થી વિજ્ઞાન મંથનમાં રાષ્ટ્રકક્ષાએ આઇઆઇટી કાનપુર ખાતે ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા
દર વર્ષે વિજ્ઞાન ભારતી દ્વારા દેશભરમાં સાયન્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ,વિદ્યાર્થી વિજ્ઞાન મંથન VVM યોજાય છે. ગુજરાતમાં આ પ્રવૃત્તિ વિજ્ઞાન ગુર્જરી સંભાળે છે. તારીખ 24 ,25 મેં 2025 દરમિયાન આઇઆઇટી કાનપુર ખાતે વીવીએમ નો નેશનલ સાયન્સ કેમ્પ યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન પદ્મશ્રી પ્રો આશુતોષ શર્મા પ્રમુખ ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી વિજ્ઞાન ભારતીના પ્રમુખ ડો શેખર માનડે, પ્રોફેસર શિવકુમાર શર્મા જ્યારે સમાપન સમારોહમાં ગેસ્ટ ઓફ ઓનર આઇઆઇટી કાનપુરના ડિરેક્ટર પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ, મુખ્ય મહેમાન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રો અભય કરંદીકર ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન સ્ટેટ કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા એ જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર દેશમાં બે લાખ અને ગુજરાતમાં 40,00 વિદ્યાર્થીઓએ VVM માં ભાગ લીધો હતો. જેમાથી નેશનલ લેવલ પર ગુજરાતમાંથી વિજેતા 13 વિદ્યાર્થીઓએ નેશનલ કેમ્પમાં ભાગ લીધો હતો અને ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા બની ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. નેશનલ ઝોનમાં પ્રથમ હિતાર્થ દોશી ધો.11 રાજકોટ હિમાલયન સિનિયર માં મા તૃતીય ધો. 10 ચાર્મીન ચારોલા રાજકોટ હિમાલયન સિનિયર માં તૃતીય ધો.- 9 અભિજીત ઝા વડોદરા વિજેતા બન્યા છે જેમને 10000 રોકડ પુરસ્કાર, ટ્રોફી, પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ના નેશનલ વિજેતાઓને દર મહિને 2000 રૂપિયા ભાસ્કર સ્કોલરશીપ (૧વર્ષ) તેમજ ઈસરો જેવી રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થામાં ત્રણ વીક તાલીમ માટે તક મળે છે આઉટરીચ સ્ટેટ કોર્ડીનેટર પ્રિ મનસુખ નારીયા પણ ટીમ સાથે જોડાયા હતા, વિજ્ઞાન ગુર્જરીના પ્રમુખ ડો. ચૈતન્ય જોશી અને સેક્રેટરી જીગ્નેશ બોરીસાગરે, ટ્રેઝરર પંકજભાઈ દરજી ટીમને પ્રેરણા આપી હતી. રાષ્ટ્રીય સંયોજક પ્રો પ્રશાંત કોડગિરે વિદ્યાર્થીઓ અને સ્ટેટ કોર્ડીનેટરને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા આ સાથે આઈ આઈ ટી કાનપુરમાં VVM સ્ટેટ કોર્ડીનેટર્સની નેશનલ મીટમાં ગુજરાત માંથી વિદ્યાર્થી વિજ્ઞાન મંથન જેવી વિદ્યાર્થીઓને ઉપયોગી વૈજ્ઞાનિક અભિગમ અપનાવતી ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા આપતી સુંદર પ્રવૃત્તિ કરવા બદલ કમલેશ લીમ્બાચીયા ને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા