લોકોની માનવતા અને અભયમના પ્રયત્નો થકી નર્મદા જિલ્લાની મનોરોગી મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સલામત રીતે પહોંચાડી.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ના ફૂટેવાડ ગામ માથી એક જાગૃત વ્યક્તિ એ 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરેલ કે એક અજાણી મહિલા અમારા ગામમાં આજે સવાર થી આવી ગયેલ છે જેને મદદ પહોંચાડવાની અપીલ કરતા અભયમ રેસ્ક્યું ટીમ હાલોલ સ્થળ પર પહોંચી મહિલા સાથે આત્મિયતા થી વાતચીત કરી તેમનાં પરિવાર ની જાણકરી મેળવી હતી અને તે અંદાજે ચાર મહિના ના ગર્ભવતી જણાતા હતા જેઓ સાથે ચર્ચા કરી મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી.મળતી માહિતી મુજબ અંદાજે 25 વર્ષ ઉપર ના મહિલા ને માનસિક બીમારી છે તેમ જણાતું હતુ જેઓ નર્મદા જિલ્લા ના વતની છે તેમ જણાવતા હતા તેઓ તેમના પતિ નું નામ અને ગામ નું નામ જાણતા હતા અને અજાણ્યા વ્યક્તિ સાથે નીકળી ગયેલ જેથી એ વ્યક્તિએ તેમને કાલોલ છોડી દીધેલ અને ગામમાં આવતા ગામના લોકોએ 181 મહિલા હેલ્પ લાઇન અભયમ ને જાણ કરી હતી. જ્યાં ગામ ના લોકો ની માનવતા અને અભયમ ના પ્રયત્નો થી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવ્યાં હતા.