આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: 26 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે. આ મહત્ત્વપૂર્ણ દિવસે 1950માં ભારતનું બંધારણ લાગુ થયું હતું, જે દરેક નાગરિક માટે સમાન અધિકારોની શરૂઆતનું પ્રતિક છે. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આજે સવારે 8:30 કલાકે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના અમદાવાદ (પૂર્વ) શહેર પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી અને અમદાવાદ (પશ્ચિમ) શહેર પ્રમુખ વિજય પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. ધ્વજ વંદન બાદ તમામ લોકોએ ગુજરાત અને દેશની પ્રગતિ, શાંતિ, સુરક્ષા તથા તમામ નાગરિકોના સુખદ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.
આમ આદમી પાર્ટી દ્વારા સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ, ભાવનગર અને બોટાદ સહિત સમગ્ર ગુજરાતમાં પણ ધ્વજ વંદન કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
પ્રજાસત્તાક દિનના આ અવસરે આપના નેતાઓએ જણાવ્યું હતું કે, બંધારણના મૂલ્યોને જીવનમાં ઉતારવાની જવાબદારી દરેક નાગરિકની છે. તેમનું માનવું છે કે બંધારણ દ્વારા આપેલા સમાન અધિકારોના આ મૌલિક વિચાર સાથે દેશના વિકાસ માટે દરેક નાગરિકને પોતાનું યોગદાન આપવું જોઈએ.