AHAVADANGGUJARAT

વિદ્યાર્થીઓની મુશ્કેલી જાણવા યુવા આગેવાન ડો. નિરવ પટેલે વિદ્યાર્થીઓ સાથે મુસાફરી કરી વધુ સુવિધાની માંગ

વાત્સલ્યમ સમાચાર

 મદન વૈષ્ણવ 

નવસારી જિલ્લાના પીપલખેડ હાઈસ્કૂલના પાણીખડક રૂટના વિદ્યાર્થીઓને બસના અભાવે પડતી મુશ્કેલી અંગે સ્થાનિક આગેવાનો અને સમાજસેવી તુષાર પાવાગઢીએ સમસ્ત આદિવાસી સમાજના યુવાઆગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલને રજૂઆત કરી હતી. ડો. નિરવ પટેલે તાત્કાલિક નવસારી જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતા તંત્ર દ્વારા ગત મંગળવારથી આ રૂટ પર નવી મીની બસ શરૂ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની વાસ્તવિક મુશ્કેલીઓ જાણવા ડો. નિરવ પટેલ સહિતની ટીમે વિદ્યાર્થીઓ સાથે બસમાં મુસાફરી કરી હતી. વિદ્યાર્થીઓએ બસનો રૂટ મંદિરને બદલે શાળા સુધી લંબાવવા અને સવારની બસ ૧૦ને બદલે ૯:૩૦ વાગ્યે કરવા માંગ કરી હતી. મીની બસમાં ભીડના કારણે વિદ્યાર્થીઓને ઊભા રહીને મુસાફરી કરવી પડતી હોવાથી વધુ એક બસ અથવા મોટી બસ ફાળવવાની પણ માંગ કરવામાં આવી હતી.

ડો. નિરવ પટેલે જણાવ્યું કે, “વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. ગામડાના વિદ્યાર્થીઓને શાળાએ જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ વધુ સુવિધા આપવી જોઈએ. તાત્કાલિક બસ શરૂ કરવા બદલ કલેકટર સહિતના તંત્રનો આભાર.”

Back to top button
error: Content is protected !!