GUJARATNAVSARI

આજે નવસારી જિલ્લાની 668 શાળા-આંગણવાડીઓમાં 36955 વિદ્યાર્થીઓ મેળવશે શાળા પ્રવેશ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન બાબતે બેઠક યોજાઇ

કાર્યક્રમ દરમિયાન શાળાની ચકાસણી કરી રચનાત્મક સુઝાવ જિલ્લા તંત્રને ધ્યાન દોરવા અનુરોધ કરતા નવસારી જિલ્લા કલેક્ટરશ્રી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોમ-જુસ્સાથી આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો ૨૧મો તબક્કો આજે તા.૨૬ થી ૨૮ જૂન,૨૦૨૪ દરમિયાન યોજાશે.

આ કાર્યક્રમ અન્વયે નવસારી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અંગેની બેઠક યોજાઇ થઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમના રુટ, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોને શાળાઓની ફાળવણીની વ્યવસ્થાઓ અને આયોજન અંગેની વિગતો મેળવી, તમામ આયોજન સુચારુ રીતે થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે તમામ અધિકારીઓને બાળકોનો ઉત્સાહ વધારવા અચુક કાર્યક્રમમા ઉપસ્થિત રહેવા અને શાળાની ચકાસણી કરી રચનાત્મક સુઝાવ જિલ્લા તંત્રને ધ્યાન દોરવા ખાસ અનુરોધ કર્યો હતો. ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં કુલ-૦૬ તાલુકાના ૩૯૩ ગામોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દ્વારા શાળામાં પ્રવેશ મેળવશે. જેમાં નવસારી જિલ્લા પંચાયત સમિતિની કુલ-૬૫૪ શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૪ મળી નવસારી જિલ્લાની કુલ-૬૬૮ શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.

જેમાં આંગણવાડીમાં કુલ-૨૭૩૨ બાળકો,  બાલવાટીકામાં કુલ-૧૦૬૩૬ બાળકો, ધોરણ-૧માં કુલ-૯૫૧૮ અને ધોરણ-૦૯માં કુલ-૧૪૦૬૯ વિદ્યાર્થીઓ તથા આંગણવાડીમાં કુલ-૨૭૩૨ વિદ્યાર્થીઓ મળી નવસારી જિલ્લામાં કુલ-૩૬૯૫૫ વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ મેળવશે.

નવસારી જિલ્લાના બાળકો માટે શાળા આંગણવાડીમાં પ્રવેશનો દિવસ યાદગાર બને તે માટે શાળા પ્રવેશોત્સવને મહાઉત્સવ બનાવવા વિવિધ પદાધિકારી-અધિકારીઓને શાળાઓ ફાળવવામાં આવી છે. જેના માટે કુલ-૬૩ રૂટ ફાળવવામાં આવ્યા છે. જેમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી, જી.પં.પ્રમુખ, ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત રાજ્યકક્ષાએથી ફાળવવામાં આવેલ ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓને આ મહાઉત્સવમાં સહભાગી કરવામાં આવ્યા છે.

નોંધનિય છે કે, નવસારી જિલ્લા કક્ષાના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોમાં રાજ્યકક્ષાના કુલ-૧૮ અને જિલ્લા કક્ષાના કુલ-૬૩ મળી કુલ-૮૧ જેટલા મહાનુભાવોના અધ્યક્ષસ્થાને પ્રથમ કાર્યક્રમ સવારે ૦૮.૦૦ કલાકે, બીજો સવારે ૧૦.૦૦ કલાકે તથા ત્રીજો કાર્યક્રમ બપોરે ૧૨ કલાકે એમ ત્રિદિવસિય કાર્યક્રમ વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે યોજાશે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button