BHARUCHGUJARATNETRANG

નેત્રંગ : શિક્ષકોની વ્યવસ્તાયિક – સજ્જતા વધારવા માટે તાલિમ યોજાઈ…

 

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ

તા.૨૪/૦૯/૨૦૨૪

 

સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીને સમર્થન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦માં શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવશ્યક પણે શિક્ષક હોવો જ જોઈએ તેમ જણાવેલ છે. જેનાં માટે શાળાનાં વર્ગ વ્યવહારમાં ગુણવત્તા લાવવા જવાબદારીની મૂળભૂત પ્રક્રિયમાં પધ્ધતિસરના પગના લઈને સેવાકાલીન તાલીમ કાર્યક્રમો સુદ્રઢ અને અસરકાર બનાવવા જે થી શિક્ષણના વ્યવસ્તાને ઉચ્ચ દરજ્જો મળે તે માટે શિક્ષકોની વ્યવસ્તાયિક – સજ્જતા વધારવા માટે નેત્રંગ તાલુકામાં હાલ શિક્ષક તાલીમો ચાલી રહેલી છે. જેમાં હાલમાં ધોરણ ૩ થી ૫ ની ગુજરાતી / હિન્દી અને ગણિત વિષયની તાલીમ પુર્ણ થયેલ છે. અને ધોરણ ૬ થી ૮ ની ગણિત વિષયની તાલીમ ચાલી રહેલ છે.

સદર તાલીમમાં શિક્ષકો ખૂબ જ ઉત્સાહથી નેત્રંગ તાલુકામાં તાલીમ લઈ રહ્યા છે. અને તાલીમ આપનાર જુદા જુદા ધોરણ અને વિષય મુજબના તજજ્ઞ મિત્રો જુદી જુદી પદ્ધતિ નો ઉપયોગ કરીને તાલીમનો ભાથું પીરસી રહ્યા છે.

 

સમગ્ર તાલીમનું આયોજન અને સંચાલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના પ્રચાર્ય રેખાબેન સેજલીયા, લાયઝન ચંદ્રકાંતભાઈ વસાવા, ડાયટના તમામ લેક્ચરોના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકાના બી.આર.સી.કો.ઓ સુધાબેન વી. વસાવા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!