આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા દ્વારા વૃક્ષારોપણ કરાયું.
સમગ્ર કાર્યક્રમનું.સંચાલન NCC ના ડો.ગોવિંદભાઈ મુંધવા એ કર્યું હતું.

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા દ્વારા વૃક્ષારોપણ કરાયું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને રોહિતન ગર પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે તા.૦૧/૦૮/૨૦૨૬ ના રોજ પ્રા.શાળા પરિસરમાં કોલેજના NCC યુનિટદ્વારા ‘”એક પેડ મા કે નામ'”કાર્યક્રમ અંતર્ગત કોલેજના આચાર્ય ડી. ડી. ચારણના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.રોહિત નગર પ્રા. શાળા થરાના આયાર્ય ડો. કુલદીપકુમાર ઠક્કર,શિક્ષક મનોજભાઈ ગરાછ (ખત્રી), શાંતિબેન દેસાઈ,હરીબેન ચૌધરી તેમજ NCC કેડેટ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.NCC ના ડો.ગોવિંદભાઈ કે.મુંધવા એ ગ્લોબલ વોર્મિંગ ના આજના સમયમાં પર્યાવરણ ની જાળવણી અને પ્રદૂષણ નિવારણ માટે વૃક્ષનું કેટલું મહત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. રોહિત નગર પ્રા.શાળાના આયાર્ય ડો.કુલદીપકુમાર ઠક્કરે NCC વિભાગ દ્વારા આયોજિત ” ‘એક પેડ,માં કે નામ'”કાર્યક્રમને બિરદાવેલ. દરેક શહેર,નગર અને ગામમાં એક વૃક્ષ રોપવા અને તેનું જતન કરવા આહવાન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું.સંચાલન NCC ના ડો.ગોવિંદભાઈ મુંધવા એ કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




