
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
ફ્રેન્ડશીપ ડે ની ઉજવણીમાં કેટલાય યુવાનોએ જયારે કરોડો રૂપિયા ગિફ્ટસ ખરીદવામાં અને પાર્ટીઓ કરવામાં વાપર્યા ત્યારે બીજીબાજુ દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુવા આગેવાનો ડો.નિરવ ભુલાભાઇ પટેલ,દિવ્યેશ પટેલ,કુંજાલી પટેલ અને એમની ટીમ ચીખલી તાલુકાના ઘેજ અને નાનાપોંઢા ગામના આમધા,સુખાલા વગેરે ગામોમાં પીડિત પરિવારોની મુલાકાત લઇ અનાજ-કરિયાણું,નોટબુક,વાસણ,તાડપત્રી,બિસ્કિટ,ચોકલેટ્સ સહીતની સામગ્રી લઈને ખુબ જ કઠિન પરિસ્થિતિ ધરાવતા વિસ્તારોમાં પહોંચ્યા હતા અને લોકોની વેદનાગ્રસ્ત આંખોમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજુપણ ઘણીબધી મદદની જરૂરિયાત હોવાની વાતો ઉચ્ચારી હતી.આ પ્રસંગે મુકેશ તીઘરા,દિવ્યેશ બીલીમોરા,આમધા સરપંચ પંકજ હાડળ,સુભાષ ઓઝરીયા,કરશન ગાંવિત,લલીતાબેન,કિરણભાઈ મહિડા,સ્નેક રેસ્ક્યુ એક્સપર્ટ મુકેશ વાયડ,ફોટોગ્રાફર પરિમલ પટેલ,હિરેન પટેલ,નિખિલ પટેલ વલસાડ અપડેટ,નરેશ આસુરા હાર્દિક સુખાલા,ભાવેશ,પથીક,ઉમેશ મોગરાવાડી,રાકેશ ઘેજ,અંકિત ઘેજ,પ્રકાશભાઈ,મોહનભાઇ સહિતના અનેક આગેવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ધામણને સીપીઆર આપી જીવ બચાવીને સમગ્ર દેશમાં લાઇમલાઈટમા આવેલા વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ એક્સપર્ટ મુકેશ વાયડે વન્યસૃષ્ટિ અને ઝેરી સાંપો વિષે વિગતે પરિચય આપી લોકોને ચોમાસામાં સરીસૃપ વર્ગથી રાખવી પડતી સાવચેતીઓ સમજાવી હતી.


