વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
દેશની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને સુરતના ભીમરાડમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને પ્રખર શિક્ષણવિદ ડો.મનીષ દોશી દ્વારા મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇકવાલિટી આયોજિત વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ખુબ મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ ભાગ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સુરતના જાણીતાં વકીલ ઝમીર શેખ દ્વારા કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં ડો.મનીષ દોશીને મળવા આવેલ સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે સુરતનું ભીમરાડ ભારતની આઝાદીના ઇતિહાસમાં એક ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.આ પવિત્ર સ્થળે દાંડીયાત્રા વખતે મહાત્મા ગાંધીજી 6 એપ્રિલ,1930ના રોજ પોતાના 30000 અનુયાયીઓ સાથે મળીને પસાર થયાં હતાં.અને ખુબ જંગી સભા સંબોધી હતી.ડો.મનીષ દોશી અને ડો.નિરવ ભુલાભાઇ પટેલની શુભેચ્છા મુલાકાતે સુરત સમસ્ત આદિવાસી સમાજના સક્રિય કાર્યકર્તા અને સુરતના ભીલ સમાજના પ્રમુખ હિતેશ મૂંડવાડા તેમજ અન્ય કાર્યકર્તાઓ વિપુલ ચરપોટ સંજય ભુરીયા,શૈલેષ ભુરીયા,મેહુલ મછાર,વિજય કટારા,પરીમલ ગરાસિયા,વિનોદ ડામોર,અનિલ,ગિરીશ,સુરમલ ગરાસિયા,ગોવિંદ કટારા,ક્રિષ્ના ડામોર,જીગ્નેશ ડામોર,અવિનાશ કટારા,
પિન્ટુ ડામોર,લાલા ડામોર પોતાની આદિવાસી રિયલ ઓનર ઓફ ઇન્ડિયાના ટેગ સાથે રિક્ષામાં ખુબ મોટી સંખ્યામાં મળવા આવ્યા હતાં અને ડો.મનીષ દોશીએ તમામ રીક્ષાચાલકોને વ્યસનમુક્ત બનીને પોતાના પરિવાર માટે બચત કરીને બાળકોને શિક્ષિત કરવાની સલાહ આપીને આદિવાસી પરંપરાગત ફેંટાનું સન્માન સહર્ષ સ્વીકાર્યું હતું.અન્ય આગેવાનો હિરેન બેંકર,જય રાઠોડ,જયદીપ રાઠોડ,કૃણાલ વગેરેએ સુરત શહેર આદિવાસી રીક્ષા યુનિયન સ્થાપવાની ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને મનીષ શેઠ,મનીષ હળપતિ સહિતના આગેવાનોની પહેલને બિરદાવી હતી અને જરૂર પડ્યે તકલીફમાં સાથસહકાર આપવાની ખાતરી આપી હતી.