BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાલીયામાં 6 વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા:પેરોલ-ફર્લો સ્કોડે પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ આરોપીઓને દબોચ્યા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના પેરોલ-ફર્લો સ્કોડે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પીઆઈ એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે વાલીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી માહિતી મળી હતી કે આરોપીઓ તેમના ઘરે હાજર છે. આ માહિતીના આધારે સ્કોડના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાંથી જોરસંગ વરસિંગભાઈ ખરાડ અને મહેમુદમિયા ઉર્ફે ભુરાભાઈ ગુલામ નબી શેખને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે આરોપી જોરસંગ ખરાડ દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકમાં પણ વોન્ટેડ તરીકે નોંધાયેલો છે. પોલીસે બંને આરોપીઓને કાયદેસર કાર્યવાહી માટે વાલીયા પોલીસ મથકને સોંપ્યા છે.

Back to top button
error: Content is protected !!