BHILODAGUJARAT

ભિલોડા : ભાણમેર ખાતે થયેલ ફાયરિંગ મામલે 2 આરોપીની ધરપકડ,ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર અને વાહન સાથે ઝડપી પાડવામાં આવ્યા 

અરવલ્લી

 

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડા : ભાણમેર ખાતે થયેલ ફાયરિંગ મામલે 2 આરોપીની ધરપકડ,ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર અને વાહન સાથે ઝડપી પાડવામાં આવ્યા

ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાણમેર ગામે ફરિયાદીની ઘર નજીક ખુલ્લી જગ્યામા ફરીયાદી અને અન્ય બે લોકો ઉપર આડેધડ ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ કરનાર ઇસમોની ગણતરીના કલાકોમાં હથિયાર સાથે આરોપીઓ ને ભિલોડા પોલીસે ઝડપી પાડ્યા

ગઈ તા.08/05/2025ના રાત્રીના કલાક.08 :30 કલાકે ભાણમેર ગામ ખાતે રહેતા નિવૃત પી.એસ.આઈ. કનૈયાલાલ સોમાજી બરંડા તથા તેમના પુત્ર વૈભવ કનૈયાલાલ બરંડા તથા મહેશભાઈ રૂપાજી બરંડા રહે.તમામ ભાણમેર તા.ભિલોડાનાઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખી ફરીયાદી તેમના પરીવાર સાથે ઘરે જઈ રહેલ હતા તે દરમિયાન કનૈયાલાલ તથા વૈભવ તથા મહેશનાઓ તેમની સાથે જઈ કંઈપણ બોલ્યા વગર મારામારી કરી, આજે તમને પતાવી દેવા છે તેમ કહી, વૈભવે તેની પાસેના પિસ્તોલ જેવા હથિયારથી જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના પરીવાર ઉપર આડેધડ ફાયરિંગ કરી ફરીયાદીના ભાઈ તથા તેના પિતાજી અને તેમની 10 વર્ષની દીકરીને શરીરે ગંભીર ઈજાઓ કરી, ત્રણેય જણા ગાડી લઈ નાસી ગયેલ હોય, ત્રણેય ઇસમો વિરૂધ્ધ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ-109(1), 115(2) વિ. અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો સદર બનાવની ગંભીરતાને ધ્યાને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળા નાઓએ તાબાના પી.એસ.આઈ. અને સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વચે ખાનગી બાતમીદારો અને ટેકનીકલ સોર્સ આધારે ભિલોડા પોલીસ સ્ટાફ દ્વારા સદર ગુનામાં ફાયરીંગ કરનાર આરોપી વૈભવ કનૈયાલાલ બરંડા તથા મહેશભાઈ રૂપાજી બરંડા રહે.બંન્ને ભાણમેર તા.ભિલોડા નાઓને ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર અને વાહન સાથે ઝડપી પાડવામાં આવેગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર અને વાહન સાથે ઝડપી પાડવામાં આવેલ અને તેઓને સદર ગુનામાં અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!