GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર પોલીસ મથકે નોંધાયેલ ચોરી અને અપહરણ ના ગુના મા નાસતા ફરતા બે આરોપીઓ ફર્લો પોલીસે ઝડપી પાડયા

ચોરીના ગુના મા નાસતા ફરતા આરોપીને દાહોદ ના ખરોદા ગામેથી અને અપહરણ ના ગુના ના આરોપીને ઉટવાડિયા ડુંગરપુર થી ઝડપી લીધા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પોલીસ મથકે નોંધાયેલ સાત જેટલી ચોરીના ગુનાઓ મા છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપી ને દાહોદ ખરોદા ગામેથી ઝડપી લીધો હતો જ્યારે અપહરણ ના ગુનામાં છેલ્લા ઓગણીસ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઉટવાડિયા ડુંગરપુર થી ઝડપી લીધો હતો. બંને આરોપી ઓને વધુ તપાસ માટે વિજાપુર પોલીસ ને સોંપ્યા હતા. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લાની ફર્લો પોલીસને નાસતા ફરતા આરોપીઓને ઝડપી સફળ કામગીરી કરવાની આપેલી સૂચના મુજબ પેટ્રોલીંગ હાથ ધરી ખાનગી અને ટેકનીકલ સોર્સ નો ઉપયોગ કરી ચોરીના ગુના મા છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા આરોપી કાળું ભાઈ ઊર્ફે રમેશ ભાઈ નિનામા ને દાહોદ ખરોદા ગામના ફળિયા માંથી ઝડપી લીધો હતો જ્યારે અપહરણ ના ગુના મા છેલ્લા ઓગણીસ વર્ષ થી નાસતા ફરતો આરોપી યાદવ કાન્તિ ભાઈને ઉટવાડિયા ડુંગરપુર થી ઝડપી લીધા હતા બંને આરોપીઓને વિજાપુર પોલીસ ને સોંપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!