ANANDANAND CITY / TALUKO

બોરીયાવી નગરપાલિકા દ્વારા ૧૨૦ થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત

બોરીયાવી નગરપાલિકા દ્વારા ૧૨૦ થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત

 

 

તાહિર મેમણ : આણંદ 24/11/2023- શુક્રવાર :: બોરીયાવી નગરપાલિકા વિસ્તારમાં સતત ત્રણ દિવસ સુધી નાના મોટા વેપારીઓની દુકાનો ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવતા ૧૨૦ માઇક્રોન થી ઓછા માઈક્રોન ધરાવતા પ્લાસ્ટિકની થેલીઓ ૧.૭૦૦ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આવા વેપારીઓ પાસેથી રૂ. ૭૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું ચીફ ઓફિસર બોરીયાવી નગરપાલિકા દ્વારા જણાવાયું છે.

 

તેમણે વધુમાં જણાવ્યું છે કે આગળના દિવસો દરમિયાન પણ ૧૨૦ માઇક્રોન થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકની થેલીઓ જે વેપારીઓ પાસેથી મળશે તેમને પાસે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને આ ઝુંબેશ સતત ચાલુ રહેશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!