વિજાપુર ગ્રામ્ય વિસ્તારો ના આઠ જેટલા ખેડૂતો પાસેથી બે ઈસમ વેપારીઓએ રૂપિયા ૮ લાખ ૭૩ હજાર ની મગફળી ખરીદી કરી પૈસા નહિ ચૂકવતા ઠગાઈની ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના આઠ જેટલા ખેડૂતો પાસેથી રૂપિયા આઠ લાખ તોતેર હજાર ની કુલ મગફળી નો મુદ્દામાલ ખેડૂતો સાથે સંપર્ક કરી લઈ જઈ પૈસાની ચુકવણી નહિ કરતા બે વેપારી ઇસમો સામે ખેડૂતે ઠગાઈ ની ફરીયાદ કરી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેપુર ગામના ખેતી કરતા ખેડૂત દિનેશ ભાઈ બાબુ પટેલ તેમજ બીજા સાત ખેડૂતો પાસેથી માર્કેટ ના બજાર ભાવ કરતાં પણ વધારે ભાવ આપવા નુ કહી વેપારી તરીકે આવેલા રામપ્રસાદ શર્મા અને મનોજ કુમાર શર્મા નામના બે ઈસમો એ ગત તારીખ ૨૭/૧૧/૨૦૨૪ ના રોજ રૂપિયા ૧૨૧૦/- નો ભાવ ગણી મગફળી કુલ આઠ ખેડૂતો પાસેથી ખરીદી કરી મોતીપુરા ફાટક પાસે આવવા નુ કહી પૈસા લઈ જવાનું કહેતા કુલ આઠ ખેડૂતો એકજ સ્થળે ભેગા થતા સ્થળ ઉપર કોઈ નહિ મળી આવતા રામપ્રસાદ શર્મા અને મનોજ કુમાર શર્મા નો મોબાઈલ ઉપર પણ સંપર્ક નહિ થતા છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં સાત ખેડૂત સાહેદો સાથે રૂપિયા ૮,૭૩,૦૦૦/- ની થયેલ છેતરપિંડી અંગેની વેપારી રામપ્રસાદ શર્મા અને મનોજ શર્મા નામના બંને ઈસમો સામે ખેડૂત દિનેશ ભાઈ બાબુ ભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદ નોધી તપાસ હાથ ધરી છે.