BHUJGUJARATKUTCH

પ્રતિષ્ઠિત પાવર લિફ્ટિન્ફ માં ભુજ ના બે જણ ને ગોલ્ડ મેડલ જીત્યો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૮ ઓગસ્ટ : રાજકોટ ખાતે પ્રતિષ્ઠિત ગુજરાત કેસરી દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષા ની પાવરલિફ્ટીંગ સ્પર્ધા જેમાં રાજ્ય બહાર માંથી ૨૫૦ જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો તેમાં ભુજ ની ધારા શર્મા ને -૭૬ કિગ્રા ની જુનિયર બહેનો ની કેટેગરી માં ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા હતા. જેમાં તેને સ્ક્વેટ માં ૯૨.૫ કિગ્રા, બેન્ચ પ્રેસ માં ૫૦ કિગ્રા તેમજ ડેડલિફ્ટ માં ૧૩૫ કિગ્રા વજન ઉપાડી એમ ટોટલ ૨૭૭.૫ કિગ્રા વજન ઉચક્યું હતું. ધારા કચ્છ ની ૧૮ વર્ષ ની છે જેને રાજ્ય કક્ષા ની સ્પર્ધા માં ૪ વખત ગોલ્ડ મેળવનાર કચ્છ ની એકમાત્ર યુવતી છે.ભુજ ના ૬૮ વર્ષ ના અને નિવૃત્ત જીવન ગાળતા ૬૮ વર્ષીય અલીખાન પઠાણ ને માસ્ટર કેટેગરી માં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મળ્યા હતા. અલીખાન એ સ્ક્વેટ માં ૧૧૦ કિગ્રા , બેન્ચપ્રેસ માં ૮૦ કિગ્રા તેમજ ડેડલિફ્ટ માં ૧૩૫ કિગ્રા એમ કુલ ૩૨૫ કિગ્રા વજન ઉચક્યું હતું. તેઓ એશિયન ચેમ્પિયન પણ રહેલ છે. આ બંને ખેલાડીઓ એ ભુજ ની ૩૬૦ ફિટનેસ પોઈન્ટ જિમ માં જાણીતા વિશ્વ ચેમ્પિયન પાવરલિફ્ટર વત્સલ મહેશ્વરી પાસે થી સઘન તાલીમ મેળવી હતી અને કોચ તરીકે સ્પર્ધા માં વત્સલ મહેશ્વરી હાજર રહ્યા હતા. જિમ ના સંચાલક જયદીપ ગોરસિયા એ તેમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે એ ગૌરવ ની બાબત છે કે જિમ માં આવતા પાવરલિફ્ટર ની સંખ્યા આ રીતે વધી રહી છે અને જિમ તે પ્રકાર નું એક માત્ર કચ્છ નું જિમ છે. આ બને હવે રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા માં ગુજરાત નું પ્રતિનિધિત્વ કરશે.

Back to top button
error: Content is protected !!