
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં નોકરી જઈ રહેલ યુવતીની છેડતી કરનાર મેઘરજના બે શખ્સો ગણતરીના કલાકોમાં ઝડપાયા
મોડાસામાં વહેલી સવારે નોકરીના સ્થળે જઈ રહેલી યુવતીની છેડતી કરનાર બે શખ્સોને મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.બે દિવસ અગાઉ વહેલી સવારે સહયોગ ચોકડી પાસેથી ધીમીધારે વરસી રહેલા વરસાદ વચ્ચે છત્રી ઓઢીને નોકરી પર જઈ રહેલી યુવતીની એકલતાનો લાભ લઈ બે યુવકોએ છેડતી કરી હોવાનો આક્ષેપ થયો હતો.આ મામલે યુવતીએ રિક્ષાચાલક સહિત રિક્ષામાં બેઠેલા અન્ય એક યુવક સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ બાદ પીઆઈ આર.ડી. ચૌધરી અને પોલીસ ટીમે CCTV કેમેરાના ફૂટેજ તેમજ યુવતીએ આપેલા વર્ણનના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે પોલીસે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપેલા આરોપીઓમાં (1) મકસુદખાન જાકીરભાઈ પઠાણ, રહે. શાહેઆલમ સોસાયટી, મોડાસા, મૂળ રહે. ઇપલોડા, મેઘરજ તથા (2) આદિલભાઈ કાલુભાઈ શેખ, રહે. ઇપલોડા, તા. મેઘરજનો સમાવેશ થાય છે.બંને આરોપીઓને ઝડપી લીધા બાદ પોલીસ દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.CCTV ફૂટેજ અને યુવતીના વર્ણનના આધારે પોલીસની ઝડપી કાર્યવાહીથી છેડતીનો ભેદ ઉકેલાયો.




