અહેવાલ
અરવલ્લી: હિતેન્દ્ર પટેલ
રાજેસ્થાનના ડુંગરપુર આવેલ BZ ઓફિસના બોર્ડ તૂટ્યા હોવાની ધટના, ઓફીસમાંથી દસ્તાવેજ લઇ ફરાર થતાં બે ઈસમો CCTV મા કેદ
મોડાસા સહીત અનેક જગ્યાએ રોકાણકાર પાસેથી રોકાણ કરવાનાર શિક્ષક કોણ..? જેને લઇ ચર્ચાઓ જામી
C
અરવલ્લી તેમજ સાબરકાંઠા થી લઇ રાજેસ્થાન સુધી પોતાની ઓફિસ શરૂ કરી ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારોના રૂપિયા રોકી એજ રૂપિયાના વટ પાડતો ભૂપેન્દ્રસિંહ ઝાલા જેg CID ક્રાઇમના દરોડા બાદ એકાએક ફરાર થયો છે અને હવે એક પછી એક નવાં રાજ ખુલવા લાગ્યા છે
ગુજરાત રાજ્યને અડીને આવેલ રાજસ્થાનના ડુંગરપૂરમાં પણ રોકાણકારો માટે BZ નામની ઓફિસ શરૂ કરવામા આવી હતી અને આ ઓફિસ ને લઇ મહત્વના સમાચાર સામે આવ્યાં છે જેમાં મળતી માહિતી મુજબ ગત રાત્રીના સમયે જે જગ્યાએ ઓફીસ આવેલ છે તે જગ્યાએ ઓફિસના બોર્ડ તોડવામાં આવ્યાં હોય તે ધટના સામે આવિ છે આ ઓફિસ ના બોર્ડ કંઈ રીતે તૂટ્યા અને કોને તોડ્યા તેનું કારણ હજુ સમે આવ્યું નથી આ ઓફિસ પણ ગુજરાતમાં સી આઈ ડી ના દરોડા પડતા બંધ થઇ છે બીજી તરફ રણાસણ ઓફીસ ની ટપાલના ડોક્યુમેન્ટ પણ ત્યાં પડેલા મળ્યા છે સમગ્ર મામલે ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ઓફીસ જોવા મળતા આંતર રાજ્ય કૌભાંડ ની આશંકા સેવાઈ રહીં છે
ડુંગરપુર ખાતે આવેલ ઓફિસ ખાતે રાત્રીના CCTV સામે આવ્યા છે જેમાં રાજસ્થાનના ડુંગરપુરથી બીઝેડના કર્મીઓની કરતૂત આવી સામે આવી હોય તેવુ લાગી રહયું છે બિચ્છીવાડા રોડ પર આવેલી બીઝેડ ઓફિસ પરના સીસીટીવી સામે આવ્યા છે જેમાં બીઝેડની ઓફિસમાંથી દસ્તાવેજો લઈ ફરાર થતા બે ઈસમો જોવા મળ્યા છે પિક અપ લોડિંગમાં દસ્તાવેજો લઈ ગુજરાત તરફ થયા હતા ઈસમો હોવાના દ્ર્શ્યો CCTV માં કેદ થયેલા છે આ બાબતે હવે ચોકસ તપાસ થાય અને CC TV મા આવેલ ધટનામા કોણ સામેલ છે તે જાણવુ જરૂરી છે આમ એક્ પછી એક BZ ના કૌભાંડ મા અવનવી માહિતી સામે આવવા લાગી છે
ખાસ કરીને સૌથી વધુ જો રોકાણકારો હોય તો તે છે શિક્ષકો જેને લઇ અને ચર્ચાઓ જામી છે હવે શિક્ષકો રોકાણકાર તરીકે બચાવ પક્ષમા આવી ગયા છે જેવી વાતો વહેતી થઇ છે પેલી કહેવત છે કે શિક્ષક ક્યારે છેતરાઈ નહિ અને આ BZ માં આવી ને છેતરાયા જેવી પરિસ્થિતિ પેદા થઇ છે હાલ કોઈ રોકાણકાર સામે નથી આવતું તેનું કારણ એ પણ હોઈ શકે કે મૂડી કરતા વ્યાજ વધુ લીધું હોઈ શકે જેવા અનેક સવાલો પેદા થયા છે
મળતી માહિતી અનુસાર તેમજ લોક મુખે ચર્ચાઈ રહેલી વાતો મુજબ મોડાસા વિસ્તારમાં મસ મોટુ રોકાણ કરાવનાર શિક્ષકના નામે અનેક ચર્ચાઓ જામી છે પરંતુ હાલ આ શિક્ષકની માયાજાળ હજુ બહાર આવી શકી નથી અને આવશે તો આખા મોડાસા ની રોકાણકારોની કુંડળી મળી શકવાની વાતો વહેતી થઇ છે હાલ તો આ શિક્ષક કોણ.. એના નામે પણ ચર્ચાઓ જામી છે