સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં પાડોશીઓની તકરારમાં મામલો બીચક્યો હતો, જેમાં 2 મહિલાઓએ મળી કારને ફૂકી મરાતાં પોલીસ દોડતી થઇ હતી.
અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક માહિડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી. આ દરમ્યાન બુધવારે રાતે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો. બે મહિલાઓએ પહેલાં પાડોશીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાતે કૌશિક મહીડાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરુ કરી છે.
ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે. આ અંગેની જાણ થતા પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબૂ મેળાવવમાં આવે છે. સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે.