હાલોલ તાલુકાના ઉજેતી ગામ પાસે આઈસર ટેમ્પો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે યુવાનોના કરુંણ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૬.૨૦૨૫
હાલોલના ઉજેતી ગામે ફાર્મા કંપની પાસે આજે શુક્રવારના રોજ બપોરના સમયે બાઇક અને આઇશર ટેમ્પો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા બનાવ સંદર્ભે હાલોલ ગ્રામ્ય પોલીસે ટેમ્પો ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના બાસ્કા ગામના રાણાવાસમાં રહેતા ઝીયાઊલહક્ક અબ્દુલ હક્ક મકરાણી ઉ. વ.૩૧ તેમજ હાલોલ તાલુકાના હનુમાનીયા વીટોજ ગામે રહેતો જીગ્નેશકુમાર પ્રવીણભાઈ પરમાર ઉ.વ.૨૫ નાઓ બાઇક પર આજે બપોર ના સમયે ઉજેતી ગામેથી બાસકા ગામ તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન બાસ્કા ના ઉજેતી રોડ પર આવેલ ફાર્મા કંપની પાસે સામેથી આવતા આઇશર ટેમ્પો ના ચાલકે ગફલત ભરી અને પુર ઝડપે પોતાનું વાહન હંકારી બાઇક ચાલક સામે ધડાકાભેર અથડાતા અક્સ્માત સર્જાયો હતો થયેલા અકસ્માતમાં ઝીયાઊલહક્ક મકરાણી તથા બાઇક ની પાછળ બેઠેલા જીગ્નેશકુમાર પરમાર ને તેઓના શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અક્સ્માત ને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસ ને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંનેવ મૂર્તકોના મૂર્તદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા માટે મોકલી આપી ટેમ્પો ચાલક સામે અક્સ્માત ની ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે અંકમાત્સમાં ભોગ બનનાર બન્ને યુવકો પૈકી એક બાસકા ગામનો સ્થાનિક અને એક નજીકમાં આવેલ વીટોજ ગામનો હોવાથી બંનેવ ગામના લોકો ઘટના સ્થળે તેમજ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.