નચિકેતા આર્ટ્સ કોલેજ,થરા ખાતે ઉમાશંકર જોષીની જન્મ જયંતીની સાહિત્યિક ગરિમા સાથે ઉજવણી કરાઈ…
કવિશ્રી ઉમાશંકર જોષીની જન્મ જયંતીની અત્યંત ભવ્ય અને સાહિત્યિક ગરિમા સાથે ઉજવણી કરાઈ.“

નચિકેતા આર્ટ્સ કોલેજ,થરા ખાતે ઉમાશંકર જોષીની જન્મ જયંતીની સાહિત્યિક ગરિમા સાથે ઉજવણી કરાઈ…
૨૧ મી જુલાઈ ૨૦૨૬ ના પાવન દિને ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા સ્થિત નચિકેતા આર્ટ્સ કૉલેજના પ્રાંગણમાં ગુજરાતી સાહિત્ય ના સમર્થ એકાંકીકાર તથા વાર્તાકાર,નિબંધકાર અને વિવેચક તેમજ સાહિત્ય જગતમાં ‘વાસુકિ’ અને ‘શ્રવણ’ ઉપનામથી સુવિખ્યાત અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી મંડિત મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોષીની જન્મ જયંતીની અત્યંત ભવ્ય અને સાહિત્યિક ગરિમા સાથે ઉજવણી કરાઈ.“ગુજરાતી સાહિત્યમાં વિશ્વમાનવ’ તરીકે ઓળખાતા કવિશ્રી ઉમાશંકર જોષીના ચરણે સાહિત્યિક અર્ઘ્ય”- આ હૃદયસ્પર્શી થીમ હેઠળ યોજાયેલા આ સ્મૃતિ પર્વના મંગલ પ્રારંભે શબ્દના સાધકની સ્મૃતિને વાગોળતાં સમગ્ર વાતાવરણમાં એક અનેરી સાહિત્યિક ચેતનાનો સંચાર થયો હતો.ગુજરાતી વિભાગના અધ્યાપક બળદેવભાઈ રબારીએ કવિશ્રીના આજીવન સાહિત્યિક તપ તેમના અખૂટ પ્રદાન અને વિરાટ વ્યક્તિત્વના વિવિધ પાસાઓ પર અત્યંત રસપ્રદ અને સચોટ પ્રકાશ પાડ્યો હતો.સંસ્થાના આચાર્ય ડૉ.ગોપાલભાઈ કાપડી એ પ્રેરણાદાયી વક્તવ્યની અમી ધારાથી સૌને રસતરબોળ કર્યા હતા.વિદ્યાર્થીઓના હૃદયમાં કવિશ્રીના ઉચ્ચ આદર્શો અને સર્વસમાવેશક માનવતાવાદી વિચારોની જ્યોત પ્રજ્વલિત કરી સાહિત્ય અને સંસ્કારના આ પ્રેરણાદાયી પંથે ચાલવા માટે હૃદયપૂર્વક આહ્વાન કર્યું હતું.યુવા પેઢીના માનસપટલ પર સાહિત્યનો અંકુર ફૂટે અને તેમની કલમમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી સર્જનાત્મકતા ખીલી ઊઠે તેવા ભગીરથ આશયથી કાર્યક્રમ અંતર્ગત એક આકર્ષક નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ.સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ અદમ્ય ઉત્સાહ સાથે સહભાગી બનીને પોતાની મૌલિક અભિવ્યક્તિ અને સાહિત્યિક પ્રતિભાના ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





