શહેરા:- સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત શહેરા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને એવોર્ડ અપાયો
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત શહેરા નગરપાલિકા દ્વારા આજરોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે શહેરા નગરપાલિકા ધ્વારા પ્રમુખશ્રી,ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષશ્રી,સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ સભ્યશ્રી ની હાજરી માં શ્રેષ્ઠ સફાઇ કામદાર ને શહેરા નગરપાલિકા ના પ્રમુખશ્રીના હસ્તે શિલ્ડ(એવોર્ડ), શ્રેષ્ઠ સફાઇ કામદાર પ્રમાણપત્ર તેમજ રૂ.૧૦,૦૦૦ નો ચેક વિતરણ કરવામાં આવ્યું. તેમજ સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ IEC એક્ટિવિટી અંતર્ગત ચિત્ર સ્પર્ધા માં પ્રથમ આવનાર પી. એમ. શ્રી પાલિખંડા પ્રાથમિક શાળા ની વિધ્યાર્થીની શ્રી પગી ભાવિનાબેન એલ ને શિલ્ડ(એવોર્ડ), પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તેમજ દ્રિતીય નંબર ખાંટ રાજેશ્રીબેન ને પ્રમાણપત્ર તેમજ તૃતીય નંબર બારીઆ પિનલબેન કાળુભાઇ ને પ્રમાણ પત્ર આપવામાં આવ્યું. તથા શ્રી શારદામંદિર હાઈસ્કૂલ માં યોગ શિબિર ના આયોજન દરમ્યાન તે શાળાની વિધ્યાર્થીની દરજી પ્રિન્સીબેન વિપુલકુમારને શિલ્ડ(એવોર્ડ), પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ રીતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.