GUJARATIDARSABARKANTHA
કલાઉત્સવ કાર્યક્રમ-૨૦૨૪માં યુનિક-યુ કે.બી.દેસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ
*કલાઉત્સવ કાર્યક્રમ-૨૦૨૪માં યુનિક-યુ કે.બી.દેસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ.*
માથાસુર ખાતે ‘જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ઈડર’ દ્વારા કલાઉત્સવ કાર્યક્રમ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિક-યુ કે.બી.દેસાઈ સ્કૂલ,ઈડરના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ સારો દેખાવ કર્યો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં સુતરીયા આરવી દિનેશચંદ્ર(ધોરણ-૬) પ્રથમ ક્રમ, ગાયન સ્પર્ધામાં રાવળ યુગ પ્રવિણભાઈ(ધોરણ-૮) દ્વિતીય ક્રમ, વાદન(તબલા) સ્પર્ધામાં દેસાઈ સમર્થ જયેશભાઈ(ધોરણ-૭) તૃતીય ક્રમ, બાળકવિ સ્પર્ધામાં મકવાણા હર્ષ નિરવભાઈ(ધોરણ-૬) દ્વિતીય ક્રમ, ગાયન સ્પર્ધામાં મહેતા નવ્યા બ્રિજેશ(ધોરણ-૭) પ્રથમ ક્રમ, વાદન(તબલા) સ્પર્ધામાં કાપડિયા પુનિત સુરેશભાઈ(ધોરણ-૮) તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર સર્વે વિજેતાઓને શુભેચ્છા પાઠવે છે.
જયંતિ પરમાર સાબરકાંઠા