ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના સિનોર નગર ખાતે આવેલ મોટી ભાગોળ વિસ્તારમાં મુસ્લિમ સમાજના નૌજવાનો દ્વારા હાલ ચાલતા રમજાન માસ નિમિત્તે શહેરી તેમજ ઈફતારી નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
હાલ મુસ્લિમ બીરાદરોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોય સમગ્ર વિશ્વભર માં અત્યારના ઉનાળાની ગરમીના મોસમમાં મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી ખુદાની ઈબાદત કરતા હોય છે
ત્યારે શિનોર નગર ખાતે યુવાનો દ્વારા શહેરી તેમજ ઇફ્તારી નો શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકોએ શહેરી તેમજ ઇફ્તારી નો લાભ લીધો હતો.