SINORVADODARA

સાધલી-દિવેર રોડના ફાર્મ હાઉસ પર અંદાજે 100 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસથી પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું


સાધલી-દિવેર રોડના ફાર્મ હાઉસ પર અંદાજે 100 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસથી પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ નજીક દિવેર જવાના રોડ પર ખેડૂત ભુરાભાઈ પટેલનું ફાર્મ હાઉસ આવેલું છે .આ ફાર્મ હાઉસમાં આવેલા અંદાજિત 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસ અગાઉ એક શ્વાન અકસ્માતે ખાબકતા કૂવામાં ફસાયેલો હતો.

શ્વાનના સતત ભસવાના અવાજ બાદ ઘટનાની જાણ થતાં ખેડૂતે શિનોર વન વિભાગનો સંપર્ક કર્યો હતો. જે અંગેની જાણ મળતાં જ શિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરે અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી.

સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કૂવાની ઊંડાઈ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ટીમ ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ સાધનો વડે શ્વાન સુધી પહોંચી હતી. લાંબી મહેનત બાદ શ્વાનને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર તમામ ટીમ સભ્યોની પ્રશંસા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!