SINORVADODARA

સાધલી પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીને ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.


ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાવલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ.પી. વિરાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે સાધલી ગ્રામ પંચાયતના સરપંચ સંકેત પટેલ, શિનોર તાલુકા પ્રમુખ જિગ્નેશ પટેલ, સહકારી અગ્રણી મુકેશ બિરલા સહિત આગેવાનો, ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સરપંચ સંકેત પટેલ દ્વારા વિદ્યાર્થીઓને આશરે 100 જેટલા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંઈ પરિવાર દ્વારા મુકેશ બિરલાના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી અશોક પ્રજાપતિ તેમજ શિક્ષકગણે તનતોડ મહેનત કરી હતી. શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!