VADODARAVADODARA CITY / TALUKO

આમ આદમી પાર્ટીએ વડોદરા શહેરમાં હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી.

વડોદરાની જનતા 7043393334 પર સંપર્ક કરીને પોતાની સમસ્યાઓ જણાવી શકે છે: મનોજ સોરઠીયા

લોકોની સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર વધતા આ હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે: મનોજ સોરઠીયા

ભાજપનું ભ્રષ્ટાચારી તંત્ર પ્રજાનો અવાજ સાંભળી રહ્યું એટલા માટે આમ આદમી પાર્ટી આ હેલ્પલાઇન નંબર દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે: મનોજ સોરઠીયા

ચોમાસામાં ભુવા પડે છે, રોડ તૂટી જાય છે અને લોકો હેરાન થાય છે તેના માટે ભાજપનું ભ્રષ્ટ તંત્ર જવાબદાર છે: મનોજ સોરઠીયા

અમદાવાદ/વડોદરા/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વડોદરા ખાતે જનતા સમક્ષ એક હેલ્પલાઇન સેવાની શરૂઆત કરી હતી. વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાની જનતા માટે 7043393334 નંબરની હેલ્પલાઇન સેવાનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, વડોદરાના વિવિધ વિસ્તારમાં સમસ્યાઓ તથા ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે. લોકો અવાર નવાર હેરાન થતા હોય છે અને તંત્ર દ્વારા તેમની સમસ્યાઓની ક્યારેય પણ સાંભળવામાં આવતી નથી. તો હવે લોકો આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને આમ આદમી પાર્ટીને પોતાની સમસ્યાઓ જણાવી શકે છે અને આમ આદમી પાર્ટી લોકોને મદદરૂપ થવાની પૂરેપૂરી કોશિશ કરશે.

આપણે વારંવાર જોઈએ છે કે ચોમાસુ આવતાની સાથે ગુજરાતના બાકી શહેરોની સાથે સાથે વડોદરામાં પણ લોકોને અસહ્ય હાલાકી ભોગવવી પડતી હોય છે. ભ્રષ્ટાચારના કારણે કેટલીય જગ્યા ઉપર ભુવા પડતા હોય છે, રોડ તૂટી જતા હોય છે અને તેના કારણે ઘણીવાર લોકોને શારીરિક ઈજા પણ પહોંચતી હોય છે. આ બધી વસ્તુ પાછળ ભાજપનું ભ્રષ્ટાચારી તંત્ર જવાબદાર છે, પરંતુ તે ક્યારેય જનતાની વાત સાંભળતું નથી. એટલા માટે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અમે પોતે જનતાની સમસ્યાઓને સાંભળીશું અને તે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું.

આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે સાથે પ્રદેશ એસસી સેલના પ્રમુખ જગદીશભાઈ ચાવડા, પ્રદેશ પ્રવક્તા એડવોકેટ શીતલબેન ઉપાધ્યાય, વડોદરા લોકસભા પ્રમુખ વિરેનભાઈ રામી, વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝા હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!