ફૈઝ ખત્રી…શિનોર
સાધલીથી સેગવા જોડતો સ્ટેટ હાઈવેનું ખાત મુહૂર્ત MAL અક્ષય પટેલ દ્વારા કરવામાં આવ્યું જેમાં પહેલી વાર પ્લાસ્ટિક વેસ્ટ માંથી શિનોર સાધલીનો સ્ટેટ હાઇવે 10કિલોમીટર નો માર્ગ બનાવાનો હોય તે નિમિતે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા ની શિવમ કન્સ્ટ્રક્શન.કુ કંપની દ્વારા સાધલી થી સેગવાનો સ્ટેટ હાઈવે બનાવાશે
આશરે રૂા. ૧૦.૧૯ કરોડના ખર્ચે રોડ બનાવાશે 10 કિલોમીટર નો આ માર્ગ બનાવવામાં આવશે.
ઉપરોક્ત યોજના કરજણ તાલુકો તેમજ શિનોર તાલુકાને જોડતો અગત્યનો માર્ગ છે. સદરહું રસ્તો સેગવા ગામથી સાધલી ગામને જોડે છે તેમજ સાધલીથી સેગવા ગામ વચ્ચે આવતા અન્ય ગામો જેવા કે, અવાખલ, મીંઢોળ, માંજરોલ, તેરસા, ટીંગોળ વગેરે ગામોને ઉપયોગમાં આવે છે. સદર કામગીરી પ્લાસ્ટીક વેસ્ટથી કરવા માટે સરકારશ્રીમાંથી મંજૂરી મળેલ છે. સદર કામગીરીમાં પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરીને ડામરની બી.સી.ની કામગીરી કરવાની થાય છે. જેથી સદર યોજનાના માધ્યમથી પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરી પર્યાવરણનો બચાવ થાય છે. સદર રસ્તા પર બે નવા બોક્સ કલ્વર્ટ તેમજ અવાખલ ગામ પાસે અને ફેક્ટરી પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આર.સી.સી. ડ્રેઈનની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. જેથી કાયમી ધોરણે પાણી ભરાવાનો નિકાલ સમયસર થશે.
પર્યાવરણનું સંરક્ષણ, મજબૂત રસ્તાની સાથે રોડની લાઈફ વધારસે આ રોડ…
પાયલોટ પ્રોજેક્ટ થી ભવિષ્યમાં જિલ્લામાં અન્ય વિસ્તારોમાં આવા રોડ બનાવાઈ જેવી શકયતા…
સાધલીથી સેગવાને જોડતો મુખ્ય માર્ગ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવાશે…
આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ, નાયબ કાર્યપાલક ઇઝનેર RNB અક્ષય જોષી , રેલ એન્ડ રોડ પેસેન્જર એસોસીએસન. ભુપેન્દ્ર ગોહિલ વડોદરા જિલ્લા યુવા મોરચા સભ્ય ઉદીત ગાંધી સહિત હાજર રહ્યાં હતા….