ફૈઝ ખત્રી…શિનોર
હવામાન વિભાગની આગાહી મુજબ ગતરોજથી જ કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતને ઘરમોળ્યુ છે ત્યારે સિનોર પંથકમાં પણ ગતરોજ ભારે પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ વરસી પડ્યો હતો. તેમજ આજે સવારે પણ કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસતા સિનોર પંથકમાં દિવેલા.કેળા તેમજ કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.
ખેતીમાં ભારે નુકસાન થતા ખેડતોના માથે આફત તૂટી પડી છે. તૈયાર કેળના પાકો આડા પડી ગયા છે જેને લઇને સમગ્ર કેળના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ જવા પામ્યા છે તેમજ ભારે પવનને કારણે આંબા ઉપરની કેરી ખરી પડતા કેરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે.
તંત્ર વહેલી તકે ખેડૂતો ને નુકશાની નું વળતર ચૂકવે એવું ખેડૂનો ની માંગ છે.
તેમજ ગતરોજના ભારે પવન ના કારણે કેટલાક મકાનોના છાપરા પણ ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.જ્યારે કેટલાક રસ્તાઓમાં ઝાડ પડી જતા થોડાક સમય માટે વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા હતા.વાત કરીએ તો ભારે પવન થી શિનોર પંથકમાં કોઈ જાનહાનિ ના સબમચાર મળ્યા નથી.